શું તમારૂ બાળક પણ ઓનલાઇન ગેમ રમે છે…? જુઓ એક છોકરાએ શું કર્યું…? વાંચો…
શું તમારૂ બાળક પણ ઓનલાઇન ગેમ રમે છે...? જુઓ એક છોકરાએ શું કર્યું...? વાંચો...
ઓનલાઈન ગેમ રમતા બાળકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈ ગેમ રમતા પુત્રનો કડવો અનુભવ સુરતના પરિવારને થયો છે. ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા કિશોરે પિતા સાથે ગેરવર્તન કર્યુ છે. ગેમમાં રૂપિયા હારી ગયેલા કિશોરને પિતાએ ઠપકો આપતા તેણે પિતાને ધક્કો મારી ટીવી ભોડી નાંખ્યું હતું.
સુરતમાં ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા કિશોરે પોતાના પિતાને ધક્કો માર્યો છે. વાત જાણે આમ છે કે, ગેમમાં રૂપિયા હારી ગયેલા કિશોરને પિતાએ ઠપકો આપતા તેણે પિતા સાથે ગેરવર્તન કર્યું હતું. ગુસ્સામાં આવેલો કિશોરે ઘરનું TV પણ ફોડી નાખ્યું હતું. પરિવારે પોલીસ સ્ટેશનની મદદથી બાળકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો
આજકાલ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા યુવાનો દેવાના ડુંગર તળે દબાઈ જાત છે તેમજ માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે. જેમાં પણ ઓનલાઈન જુગાર રમાડતી ગેમ એપ્લિકેશનની જ્યારે ભરમાર જોવા મળી રહી છે ત્યારે આવા સમયે મોબાઈલ વપરાશકર્તાઓ આવી એપ્લિકેશનની જાળમાં ફસાઈ જતા જોવા મળે છે.આવો જ એક બનાવ સુરતથી સામે આવ્યો જ્યાં એક કિશોર માનસિક સંતુલન ગુમાવી પરિવાર સાથે ગેરવર્તન કર્યો છે




