આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. શક્તિ આરાધનાના પર્વને આવકારવા સૌ થનગની રહ્યાં છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવરાત્રી પર્વ ને લઇ અરવલ્લી જિલ્લા પોલિસ વહીવટ તંત્ર સજ્જ બન્યું છે.
જેમાં વિવિધ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાઁ આવ્યું છે.આજથી શરુ થતા નવરાત્રી પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં બાયડ, ધનસુરા, મોડાસા, ભિલોડા, મેઘરજ, માલપુર શહેરમાં નવરાત્રી પર્વનું જે આયોજન થયેલ છે, જેમાં પોલિસ વહીવટી તંત્ર દ્વારા બંદોબસ્ત તેમજ રાત્રી દરમિયાન પ્રેટોલિંગનું આયોજન કરાયું છે.
વધુમાં ખાસ કરીને જિલ્લા તમામ પોલિસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને મહિલા “શી” ટીમ ખાનગીની રચના કરવામાં આવી છે જેમાં આ ટીમ જે તે વિસ્તારમાં નવરાત્રીનું આયોજન થયેલ છે ત્યાં ખાનગી રીતે વોચ રાખશે અને સાદા વેશમાં તેઓ પણ ગરબા રમશે જેથી કોઇને શંકા ન જાય. તથા ગરબા રમતા રમતા રોમિયો પર નજર રાખશે.
જિલ્લાના જે તે પોલિસ સ્ટેશન વિસ્તારમાઁ નવરાત્રી દરમિયાન વિવિધ સ્ટાફ તેમજ ડી સ્ટાફ દ્વારા ખાનગી તેમજ યુનિફોર્મ માઁ દેખરેખ રાખવામાં આવશે ખાસ કરીને વધુમાં અરવલ્લી જિલ્લામાં LCB, SOG, પેરોલ સ્કવોર્ડ સહીત ટીમ જરૂરિયાત મુજબ કામ કરશે અને જિલ્લામાં 600 જેટલા હોમગાર્ડ દ્વારા પણ નવરાત્રી પર્વ નિમિત્તે બંદોબસ્ત તેમજ દેખરેખ રખાશે
રાજય સરકાર જે પણ નિયંત્રણો બહાર પાડયા છે જેને અનુસરી નવરાત્રી પર્વની ઉજવણી થાય તેમજ અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ જણાવ્યું હતું તેમજ જિલ્લા પોલિસ વડાએ અરવલ્લી જિલ્લા ની તમામ જનતા ને નવરાત્રી પર્વ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી




