
સાબરકાંઠાની સૌથી મોટી હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અને સુંદરતા માટે અનેક પગલા લેવામાં આવે છે. જેમાં જાહેરમાં ગંદકીને રોકવા પેવર બ્લોક લગાવવામાં આવે છે. જેથી તેના પર ગંદકી ન થાય અને સરળતાથી સાફસફાઇ પણ થઇ શકે.
નગરપાલિકા દ્વારા પ્રજાના પૈસાનો ઉપયોગ કરીને જેને સરકારી ખર્ચ કહી શકાય એ ખર્ચ કરીને પ્રાઈવેટ બિલ્ડીંગમાં નવા નકોર પેવર બ્લોક લગાવવામાં આવ્યાં, પરંતુ સાફસફાઇના અભાવે અગાઉની જેમ ફરીથી ગંદકી યથાવત જોવા મળી રહી છે…
જ્યાં નવા નક્કોર પેવર બ્લોક લગાવવામાં આવ્યાં છે તે સ્થળ ન્યુ સૌરાષ્ટ્રની પાછળ મહાવીરનગર હિંમતનગર છે. નગરપાલિકાના સત્તાધીશોએ તેની તપાસ કરીને ગંદકી દૂર કરાવે તો નવા નક્કોર પેવર બ્લોક લગાવ્યાંનો સંતોષ થાય., એવી લોકલાગણી જોવા મળી રહી છે….




