રાજ્ય સરકાર સામે સરકારી કર્મચીરીઓમાં વન ખાતાના ખાખી વર્દીવાળા કર્મીઓએ આંદોલ કર્યા તેમ હવે બીજી ખાખી વર્દીવાળા પોલીસકર્મીઓએ આંદોલનની ચેતવણી ઉચ્ચારી છે અને આ પોલીસકર્મીઓ જો સામૂહિક હડતાલ પર ઉતરી જાય તો જેલોનું શું થશે…એવા સવાલો થઇ શકે કે આ કર્મીઓ સબજેલના પોલીસ કર્મીઓ છે. અને તેમની કામગીરી સંવેદનશીલ છે.,
સરકાર સામે આંદોલન માટે હવે પગાર વધારા સહિતના મુદ્દે મેદાનમાં આવ્યા છે. તેમણે સામૂહિક સી.એલ પર જવાની આપી ચીમકી ઉચ્ચારી છે. અને તેઓ સબજેલ આગળ એકઠા થયા હતા અને જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં જેલ પોલીસનો સમાવેશ કરવાની માંગ કરી છે. તેમણે જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પણ આપ્યું હતું.




