sabarkathaराष्ट्रीय

માંગણીઃ ઈડર રીક્ષા એસોસિએશન દ્વારા શહેરમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવા તંત્રને આવેદનપત્ર પાઠવાયુ…

માંગણીઃ ઈડર રીક્ષા એસોસિએશન દ્વારા શહેરમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવા તંત્રને આવેદનપત્ર પાઠવાયુ...

ઈડર શહેરમા સરકારશ્રી દ્વારા ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવેલ ન હોવાના કારણે ઈડર શહેર ટ્રાફીક પોલીસ તેમજ નગરપાલિકા ઈડર તેમજ જીલ્લા ટ્રાફીક પોલીસ સાબરકાંઠા ધ્વારા ઈડર શહેરના રીક્ષા ચાલકો સામે વારવાર દંડનીય કાર્યવાહી કરવામા આવે છે તેમજ ખોટી રીતે હેરાન કરવામા આવે છે અને મેમો આપી દેવામા આવે છે.

જેનુ મુખ્ય કારણ રીક્ષા સ્ટેન્ડ ના હોવાનુ કહેવામા આવે છે. ઈડર શહેરના રીક્ષાચાલકોની રોજી-રોટી માંડ માંડ ઉભી થતી હોય છે અને આમા પણ રોજ રોજ વારંવાર આવા મેમો આપવાથી રીક્ષા ચાલક આર્થિક હેરાનગતિ સાથે માનસિક રીતે પણ હેરાન પરેશાન થાય છે.

ઈડર શહેરમા એક જ બજાર છે અને પેટ્રોલ સીએનજી ગેસના ભાવોમા દિન પ્રતિદિન વધારો થાય છે પણ રીક્ષા ભાડામા વધારો થતો નથી વારંવારની હેરાનગતિના કારણે રીક્ષા ચાલકોને “પડ્યા પર પાટુ” જેવી સ્થિતિ થાય છે

ઈડર ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા ઈડર શહેરમા રીક્ષા સ્ટેન્ડની ફાળવાણી બાબતે તંત્રને અગાઉ પણ અનેકવાર લેખીત તેમજ મૌખિક રજુઆત કરેલ છે. જેમા તા,૦૧/૦૨/૧૯૯૫ તા.૨૬/૦૮/૧૯૯૫, તા.૦૮/૧૦/૧૯૯૫, તા. ૧૦/૧૦/૧૯૯૫, તા.૨૨/૦૨/૨૦૧૨ અને તા.૨૬/૦૪/૨૦૧૭ના રોજ તેમજ તા.૨૬/૦૮/૧૯૯૫ના રોજ ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાને જાહેર કાર્યક્રમ સરકાર પ્રજાના દ્વારે.. કાર્યક્રમમા લેખીત આવેદન આપેલ છે.

આવી રીતે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં આજદિન સુધી અમો રીક્ષા ચાલકોને રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામા આવેલ નથી જેના કારણો ઈડર શહેરના રીક્ષા ચાલકોએ દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આ બાબતે સત્વરે કાર્યવાહી કરી જલ્દીમાં જલ્દી રીક્ષા સ્ટેન્ડ ફાળવવમા તેવી અપેક્ષા સાથે ઈડર ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી માગણી કરેલ છે.

રીક્ષા સ્ટેન્ડ માટે માંગેલ સ્ટેન્ડની વિગત આ મુજબ છે…..

(૧) ઈડર બસ સ્ટેન્ડની બાજુમાં  (૨) ઈડર બસ સ્ટેશનની સામે વલાસણા રોડ પર (૩) તિરંગા સર્કલ પેટ્રોલ પંપ આગળ  (૪) ઈડર ખરીદ વેચાણ સંઘ પાસે મોતીલાલ માકેર્ડની સામે (૫) જનતા ડેરીની બાજુમા બરવાવ રોડ ઈડર (૬) ઈડર નગરપાલિકા સામે  (૭) રામધુન ચોક ટાવર આગળ (૮) ઈડર ટાવરની પાછળ જૂની મામલતદાર કચેરી આગળ  (૯) ભુતિયા પુલ પાસે (૧૦) ઈડર પાંચ હાટડીયા સ્વામિનારાયણ મંદિર પાછળ (૧૧) ભિલોડા ત્રણ રસ્તા પર (૧૨) વલાસણા રોડ ત્રિવેદી હોસ્પીટલ આગળ (૧૩) સી.ટી. સર્વે ઓફીસની બાજુમા (૧૪) રેલ્વે સ્ટેશન હનુમાનજી મંદિર સામે અને (૧૫) ઈડર પોલીસ સ્ટેશન સામેની જગ્યાનો સમાવેશ થાય છે.

ઈડર ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા માંગેલ સ્ટેન્ડની ફાળવણી કરવામા આવે તેવી માંગ આવેદનપત્ર આપી કરવામા આવી છે.

Related Articles

Back to top button