राष्ट्रीयઅરવલ્લી

વન વિભાગ દ્વારા મેઘરજની ઇસરી હાઈસ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા યોજાઇ…

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા અરવલ્લી……

અરવલ્લી જિલ્લામાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે મેઘરજની ઇસરી હાઈસ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા યોજાઈ  હતી.  અને એ દ્વારા બાળકોને વન્ય જીવન અને વન્ય પ્રાણીઓનૂ માહિતી અને જાણકારી આપવાનો પ્રયાસ કરાયો હતો.

વિગતે જોઇએ તો, મેઘરજ ખાતે વનવિભાગની કચેરી દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નોર્મલ રેન્જ તથા વિસ્તરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમ મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને વન વિભાગ દ્વારા પ્રથમ, દ્વિતિય, તૃતીય એમ કુલ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું .આમ વન વિભાગ દ્વારા શાળાકક્ષાએ પણ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

Related Articles

Back to top button