sabarkathaराष्ट्रीय
હિમતનગરના હસનનગર નજીકથી મૃત ભ્રુણ મળી આવતા ચકચાર…
હિમતનગરના હસનનગર નજીકથી મૃત ભ્રુણ મળી આવતા ચકચાર...
ભ્રૂણ હત્યા પાપ છે તેમ છતાં સાબરકાંઠામાં હિમતનગરના હસનનગર નજીકથી મૃત ભ્રુણ મળી આવતા ચકચાર મચી હતી..
વિગતે જોઇએ તો, હાથમતી નદીમાંથી નવજાત મૃત ભ્રુણ મળી આવ્યું હતું. સ્થાનિકોએ નવજાત મૃત ભ્રુણ પાણી જોવા મળતા પોલીસને જાણ કરી હતી. અને હિમતનગરની બી ડીવીઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી. છે.
ઘટના સ્થળે પહોંચેલા બી ડીવીઝનના પીઆઇ, પીએસઆઈ, , અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોચીને નવજાત મૃત ભ્રૂણને હિમતનગર સિવિલમાં લઇ જવાયું હતું. આ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જેમાં મુખ્યત્વે નવજાત મૃત ભ્રૂણના માતાપિતા કોણ તેની તપાસ હાથ ધરાશે.




