राष्ट्रीयદહેગામ

જોગણી માતાના મંદિરે નવરાત્રી મહોત્સવમાં દાનેશ્વરી દાતા રોહિતજી ઠાકોરે સૌના દિલ જીત્યા…

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ….

દહેગામ શહેરમાં આવેલ જોગણી માતાના મંદિરે નવરાત્રી મહોત્સવનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાનેશ્વરી દાતા રોહિતજી ઠાકોરે 21000 આપીને માતાજીની આરતી ઉતારી અને ગરબા રસિકોની 10,000 નું વિતરણ કર્યું હતું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલી જોગણી માતાની સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ખેલૈયાઓ મન મૂકીને આ નવરાત્રી મહોત્સવ નો આનંદ માણી રહ્યા છે ત્યારે ગઈ રાત્રે દહેગામના ખૂબ જ ખ્યાતિ પામેલા દાનેશ્વરી દાતા એવા રોહિતજી ઠાકોર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રોહિતજી ઠાકોરે નવરાત્રી મહોત્સવ માં અંબાના દર્શન કરીને આરતી ઉતારીને 21 હજાર રૂપિયા માતાજીના નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં આપીને સૌના દિલ જીતી લીધા હતા અને ગરબે ઘૂમતા ખેલૈયાઓને 10,000 જેટલું દાન આપ્યું હતું અને  અંદાજિત 30 હજાર રૂપિયા આપીને સૌના દિલ જીતી લીધા હતા અને આ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં રોહિતજી પોતાના સ્ટાફ સાથે માતાજીના દર્શનને આવ્યા હતા અને મહાકાળી માતાજીના ઉપાસકે સારું એવું દાન કરતા જોગણી માતાના સોસાયટીના રહીશો એ મહાકાળી માતાજીની જય બોલાવી રોહિતજી ઠાકોર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Back to top button