sabarkathaराष्ट्रीय

ક્રાઇમઃ એસઓજી દ્વારા 17 કિલો ગાંજા સાથે 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો…

ક્રાઇમઃ એસઓજી દ્વારા 17 કિલો ગાંજા સાથે 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ રોડ પર વીરપુર ત્રણ રસ્તેથી એસઓજીએ મળેલી બાતમીના આધારે તારીખ 11ને  સોમવારની વહેલી સવારે કારમાંથી 17 કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. 6.2 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ  હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આધારભૂત માહિતી દ્વારા જાણવા મળે છે કે સાબરકાંઠા એસઓજી સ્ટાફ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે સમયે બાતમીના આધારે  વીરપુર બાયપાસ ત્રણ રસ્તા પાસે સોમવારને વહેલી સવારે વોચમાં હતા.

તે દરમિયાન ખેડબ્રહ્માના ખેરોજથી અમદાવાદની કાર ચાલક 28 વર્ષીય પ્રિયેશ ગણેશભાઈ પંડિત અને 23 વર્ષીય વૈભવ દેવેન્દ્રકુમાર સાડપાની કારમાંથી ગાંજો  17.520 કિલોગ્રામ જેની કિંમત ₹1,72,200 થવા જાય છે  તે મળી આવ્યો હતો.

પોલીસે માદક પદાર્થનો જથ્થો જપ્ત કરીને તેની સાથે બે મોબાઈલ  જેની અંદાજિત કિંમ  રૂપિયા 80,000 તથા કાર ₹3,50,000 મળી કુલ રૂપિયા 6.02 લાખનો મુદ્દામાલ કબજે લઈને બંને આરોપીઓ સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આ બાબતે એ તપાસ કરી રહી છે કે   જથ્થો લેનાર કોણ છે અને કોણે ક્યાંથી આટલો જથ્થો વેચ્યો છે.

Related Articles

Back to top button