Blog

ક્રાઇમઃ લખનઉમાં રિટાયર્ડ IASનાં ઘરમાં લૂંટ….પત્નીએ વિરોધ કરતા તેની હત્યા કરી નાંખી…

ક્રાઇમઃ લખનઉમાં રિટાયર્ડ IASનાં ઘરમાં લૂંટ....પત્નીએ વિરોધ કરતા તેની હત્યા કરી નાંખી...

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં શનિવારે સવારે ગુંડાઓએ એક મોટા કામને પાર પાળ્યું હતું. અહીં એક રિટાયર્ડ આઈએએસ અધિકારીના ઘરે સવારે ગુંડાઓએ લૂંટ કરી હતી. જોકે આ બાબતનો વિરોધ કરવા અધિકારીની પત્ની જતા તેની ફાંદો લગાવીને હત્યા કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.

રાયબરેલી સહિત ઘણા જિલ્લાઓમાં ડીએમ અને અલ્હાબાદમાં મંડલાયુક્ત રહી ચુકેલા 71 વર્ષીય રિટાયર્ડ આઈએએસ અધિકારી ડીએન દુબે લખનઉના ઈન્દિરાનગર પોલીસ ક્ષેત્રના સેક્ટર-22માં રહે છે. શનિવારે સવારે તેઓ ગોલ્ફ રમીને ઘરે પરત ફર્યા તો ઘરનો તમામ સામાન વિખાઈ ગયો હતો. તેમની પત્ની મોહિનીનું શબ જમીન પર પડ્યું હતું. તેમના ગળામાં  ફાંદો બંધાયેલો દેખાતો હતો. તેમણે તાત્કાલિક ધોરણે આ અંગેની જાણ પોલીસને કરી હતી.

ઘટના સ્થળે ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કોવોડને પણ બોલાવવામાં આવ્યું છે. સાથે જ આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ સીસીટીવી ફુટેજને શોધવામાં આવી રહ્યાં છે. પોલીસે કેસ નોંધીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.

Related Articles

Back to top button