ક્રાઇમઃ એટીએમમાં તોડફોડ કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચીને કર્યો અંદર….
ક્રાઇમઃ એટીએમમાં તોડફોડ કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચીને કર્યો અંદર....

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ન્યાયમંદિર વિસ્તારના એક કોમ્પ્લેક્સમાં તારીખ 10 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ એટીએમ તોડી અને ચોરી કરવાના ઇરાદે અંદર તોડફોડ કરતા અચાનક સાયરન વાગતા તે ત્યાંથી ભાગી ગયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
આ ચોંકાવનારા બનાવ અંગે શહેરના “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ સીસીટીવી કેમેરાના આધારે શખ્સને પાણપુર પાસેના રોડ પરથી ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો.
આ ઘટના અંગે પોલીસ સૂત્રો જણાવે છે કે શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં બી કે એવન્યુ કોમ્પલેક્ષમાં તારીખ 10 જાન્યુઆરીના રાત્રિના 10 અને 30 મિનિટે કોઈ અજાણ ઈસમે એટીએમમાં પ્રવેશ કરી ચોરી કરવાના ઇરાદે તોડફોડ કરી હતી. તેની પાસે ધારદાર છરો હતો અને તોડફોડ કરતાં એટીએમમાં સાયરન વાગતા એ ભાગી ગયો હતો.
આ સમગ્ર ઘટના અંગે બેંકના કુલદીપસિંહ ચૌહાણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને તેના આધારે અજાણ્યા ઈસમ સામે ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરી હતી
પોલીસ સૂત્રો વધુમાં જણાવે છે કે સીસીટીવીના ફૂટેજ અને લોકેશન પકડાયા બાદ એટીએમ તોડવામાં નિષ્ફળ ઈસમ મહંમદ સોયેલ અબ્દુલ રજાક રેટિયાને માડીના છાપરા પાસેના કેજી એન હોટલ પાસેથી ઝડપી લીધો હતો તેની તલાશી લેતા તેને ઉપયોગમાં કરેલ લોખંડનો છારો મોઢા પરનો માસ્ક કબજે કર્યું હતું અને પોલીસની આગળ પોપટની જેમ કબુલાત પણ કરી હતી. જેના કારણે પોલીસે માત્ર ગણતરીમાં જ આરોપીને ઝડપી લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે.




