sabarkathaराष्ट्रीय

ક્રાઇમઃ રર ગુનાઓમાં છ વર્ષથી ફરારી ઇનામી આરોપીને પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા…

ક્રાઇમઃ રર ગુનાઓમાં છ વર્ષથી ફરારી ઇનામી આરોપીને પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા...

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર  એ.જી.રાઠોડ એલ.સી.બી. સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સબ ઇન્સ. એલ.પી.રાણા, પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા સ્ટાફના માણસો સે.પો.સ.ઈ. વાય.કે.બેલીમ તથા એ.એસ.આઇ.રજુસિંહ તથા અ.પો.કો.ગોપાલભાઈ તથા અ.પો.કો.વિક્રમસિંહ તથા અ.પો.કો.શુકલજીતસિંહ તથા ડ્રા.પો.કો.કાળાજી નાઓ નાસતા ફરતા આરોપી સુલતાનનાથ પપ્પુનાથ જોગી (રહે.ખેરવાડા રાણી રોડ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન)ની તપાસમાં હતાં.

દરમ્યાન એ.એસ.આઇ.રજુસિંહ તથા અ.પો.કો.વિક્રમસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે, “ઉપરોક્ત આરોપી હાલ રાજસ્થાન રાજ્યના પ્રસાદ તા.સરાડા જી.સલુમ્બર મુકામે રહે છે.” જે માહિતી આધારે ઉપરોક્ત જણાવેલ માણસો પ્રસાદ તા.સરાડા જી.સલુમ્બર, રાજસ્થાન ખાતે આરોપીની તપાસમાં ગયા હતા.

આ આરોપીની ટેકનીકલ સર્વેલન્સ તથા મળેલ માહિતી આધારે તપાસ કરતાં આરોપી સુલતાનનાથ ઉર્ફે રોહિત લક્ષ્મણ ઉર્ફે પપ્પુનાથ જોગી(કાલબેલીયા) ઉ.વ.૧૯ હાલ રહે.વાળીઘાંટી પ્રસાદ તા.સરાડા જી.સલુમ્બર તથા રહે.ખેરવાડા રાણી રોડ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન મુળ રહે.જવાસ સામીતેડ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનવાળાને વાળીઘાંટી પ્રસાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.

તેની ધરપકડ બાદ પ્રાથમિક પુછપરછ કરી તપાસ કરતાં સદરી આરોપી સાબરકાંઠા તથા અરવલ્લી જીલ્લાના કુલ-રર ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં પકડવાનો બાકી હોય જેથી ઉપરોક્ત ગુનાઓ પૈકી હિંમતનગર ‘એ’ડી.વી.પો.સ્ટે ફ. ગુ.૨.નં. ૨૧૮/૨૦૧૭ ઇ.પી.કો. ક.૪૫૭,૩૮૦ મુજબના કામે તા.૧૫/૧૨/૨૦૨૩ ના કલાક ૨૧/૩૦ વાગે સી.આર.પી.સી.ક.૪૧(૧)આઈ મુજબ ડીટેઈન કરી હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે. ખાતે સાંપેલ છે.

Related Articles

Back to top button