sabarkathaराष्ट्रीय

ક્રાઇમઃ ઇડર મુકામે આંગડીયાની લૂંટ કરનાર ગેંગને પકડી પાડતી એલસીબી સાબરકાંઠા…..

ક્રાઇમઃ ઇડર મુકામે આંગડીયાની લૂંટ કરનાર ગેંગને પકડી પાડતી એલસીબી સાબરકાંઠા.....

નાયબ પોલીસ મહાનીરીક્ષક  વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક  વિજય પટેલનાઓએ મિલ્કત સબંધી તથા ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે  એ.જી.રાઠોડ, પો.ઇન્સ. એલ.સી.બી.નાઓએ સતત માર્ગદર્શન અને સુયના પુરી પાડેલ છે.

જેના ભાગ રૂપે તેઓની રાહબરી હેઠળ આવા ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના એસ.જે.ચાવડા, પો.સ.ઇ. તથા એ.એસ.આઇ.ચાંપાભાઇ તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા હે.કો. વિરભદ્રસિંહ તથા આ.હે.કો. સનતકુમાર તથા આ.હે.કો. કમલેશસિંહ તથા અ.પો.કો.ગોપાલભાઇ તથા અ.પો.કો. અમરતભાઇ તથા અ.પો.કો. ધવલકુમાર તથા આ.પો.કો.વિજયકુમાર તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા આ.પો.કો પ્રકાશભાઇ તથા ટેકનીકલ એ.એસ.આઇ સચિન તથા અ.પો.કો.શુકલજીતસિંહ તથા ડ્રા.પો.કો. કાળાજી વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ છે..

દરમ્યાન, ગઇ તા.૧૧/૧૨/૨૦૨૩ નારોજ મોજે ઇડર મુકામે સત્યમ ચોકડી નજીક વિજયકુમાર વિષ્ણુભાઇ મેઠાભાઇ સગર રહે.ઇડર નાઓ પટેલ ટ્રેક્ટર લે-વેચ ઓફિસનું પેમેન્ટ ૩,૦૦૦,૦૦ /- રૂપીયા રોકડા પી.એમ આંગળીયાની પેઢી માંથી ઉપાડી પોતાની મોટર સાયકલ લઇ ભીલોડા ત્રણ રસ્તા ખાતે આવેલ ઓફિસે પરત જતા હતા તે વખતે એક મોટર સાયકલ ઉપર બે અજાણ્યા ઇસમો મોઢે રૂમાલ બાંધેલ હતા તેઓએ ફરીયાદીને પાછળથી આવી રૂપીયા ૩,૦૦૦,૦૦/- મુકેલ પ્લાસ્ટીકની થેલી ઝુંટવી લઇ ફરી ને લાત મારી નીચે પાડી દઇ ઇજાઓ કરી રૂપીયા ૩,૦૦૦,૦૦ /- ની લુંટ કરી ભાગી લઇ જઇ ગુન્હો કરેલ જે અંગે ઇડર પોલીસ સ્ટેશન પાર્ટ એ નંબર- ૧૧૨૦૯૦૨૦૨૩૧૬૩૭ /૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૯૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધાયેલ જે ગંભીર પ્રકારના ગુન્હાની સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી વિડીયો ફુટેઝ ચકાસણી તથા ટેકનિકલ સર્વેલન્સ કરી તથા ખાનગી બાતમીદારો રોકી શંકાસ્પદ ઇસમો ઉપર વોચ રાખેલી હતી.

દરમ્યાન ગઇકાલ રોજ તા.૧૮/૧૨/૨૦૨૩ના રોજ તપાસમાં હતા દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે, “ બે ઇસમો દરામલી તરફથી એક કાળા કલરની લાલ સીલ્વર પટ્ટાવાળી નંબર વગરની શાઇન મોટર સાયકલ લઇને ઇડર તરફ આવી રહેલ છે, જેઓએ મોટર સાયકલ ઉપર પાછળથી આવી ફરીયાદીના રૂપીયા ૩,૦૦૦,૦૦/- મુકેલ પ્લાસ્ટીક ની થેલી ઝુંટવી લઇ ફરીયાદીને લાત મારી નીચે પાડી ઇજાઓ કરી રૂ.૩,૦૦૦,૦૦/- ની લુંટ કરેલ છે ” જે બાતમી હકીકત આધારે સાપાવાડા સ્ટેન્ડ આગળ રોડ ઉપર વોચમાં હતાં દરમ્યાન બાતમી મુજબ બાઇક ઉપર બે ઇસમો આવતાં બન્નેને કોર્ડન કરી પકડી પાડેલ તેમજ તેઓની પુછપરછ દરમ્યાન તેઓ બન્નેએ તથા તેમના મિત્ર શ્રીકાંત ઉર્ફે સીરીયો સ/ઓ મનોજભાઇ રાંણાભાઇ છારા (ઘુમાને) રહે.અમદાવાદ ફ્રી કોલોની છારાનગર કુબેરનગર સરદારનગર તા.જી.અમદાવાદ ભેગા મળી ઉપરોકત ગુન્હો કરેલાની કબુલાત કરતા હોઇ પકડાયેલ આરોપીઓની અંગઝડતી કરતાં તેમની પાસેથી રોકડ રકમ કુલ રૂ.૧,૭૫,૦૦૦/- તથા એક કાળા કલરની લાલ સીલ્વર પટ્ટાવાળી નંબર વગરની શાઇન મોટર સાયકલ એન્જીન નંબર-JC85EG2065240 ચેચીસ નંબર-ME4JC85DCNG023922 કિં.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ બન્ને આરોપીઓ (૧) સુધીર સ/ઓ કનૈયા બાબુ પાનવેકર ઉ.વ.પર રહે.એ વોર્ડ કેકાડીવાસ કુબેરનગર, અમદાવાદ તા.જી.અમદાવાદ, ((૨) દીપક સ/ઓ ભીખા ભીમરા ઇન્દ્રેકર ઉ.વ.૪૦ વિધ્યાલયની બાજુમાં, કેકાડીવાસ કુબેરનગર તા.જી.અમદાવાદ નાઓને ગઇ કાલ તા.૧૮/૧૨/૨૦ ડીટેઇન કરી ઇડર પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે, એમ પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Related Articles

Back to top button