ક્ર્રાઇમઃ રાજસ્થાનમાં સરકાર બદલાતા જ કરણી સેનાના અધ્યક્ષની હત્યા….!
ક્ર્રાઇમઃ રાજસ્થાનમાં સરકાર બદલાતા જ કરણી સેનાના અધ્યક્ષની હત્યા....!
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. હુમલામાં બે લોકો ગંભીર રુપે ઇજાગ્રસ્ત છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જે સમયે સુખદેવ સિંહને ગોળી મારવામાં આવી તે સમયે તે પોતાના જયપુરના શ્યામનગર સિંહ આવાસ પર હાજર હતા. હુમલાખોરો સ્કુટર પર આવ્યા હતા. તેમને નજીકની મેટ્રો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનનું પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુખદેવ સિંહ ગોગામેડીને ચાર ગોળીઓ વાગી હતી. ગોળીઓ ચલાવનાર કોણ હતા તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોગામેડી લાંબા સમયથી સુરક્ષાની માંગ કરી રહ્યા હતા.
સુખદેવ સિંહની હત્યાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે હત્યારા પહેલા આરામથી સોફામાં બેસીને સુખદેવ સિંહ સાથે વાત કરી રહ્યા છે. આ પછી અચાનક ગોળીઓ ચલાવી હતી.
સુખદેવ સિંહ ગોગામેડી અગાઉ કરણી સેનામાં હતા. સંગઠન સાથે વિવાદ થયા બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નામનું નવું સંગઠન બનાવ્યું હતું. તેઓ તેના પ્રમુખ હતા. બોલિવૂડ ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ સાથે જોડાયેલા કેસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. તેમના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.




