sabarkathaराष्ट्रीय

ક્રાઇમઃતલોદ પોલીસનીં પ્રશંસનીય કામગીરી, ગણતરીના દિવસોમાં પોક્સોના આરોપીને દબોચ્યો…..

ક્રાઇમઃતલોદ પોલીસનીં પ્રશંસનીય કામગીરી, ગણતરીના દિવસોમાં પોક્સોના આરોપીને દબોચ્યો.....

સાબરકાંઠામાં તલોદ પોલીસ દ્વારા અભિનંદનને પાત્ર એવુ એક કાર્ય કરવામાં આવ્યું કે તે બદલ તેમને કહેવુ પડે કે વાહ… અને એવી ફરજનિષ્ઠા જો દરેક પોલીસ બજાવે તો મજાલ છે કે ગુનેગારો ફાવે. તલોદ પોલીસને ચાર ચાંદ લગાવે એવી એક ઘટનામાં  પોલીસે તલોદ વિસ્તારમાંથી અપહરણ થયેલ બાર વરસની સગીરાને ગણતરીના દિવસોમાં જ  બિહાર રાજ્યમાંથી શોધી કાઢી આરોપીને પકડી પાડ્યો હતો. અને સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન ખાતે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

વિગત એવી છે કે, આરોપી સુરજકુમાર રવિન્દ્ર મહંતો નામના નરાધમે બાર વરસ અને સાત મહિનાની સગીરા યુવતીને લગ્ન કરવાના ઇરાદે તેમજ લલચાવી ફોસલાવી બગાડી જતાં સગીરાના પિતાએ તલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે તલોદ પોલીસે તપાસનો દોર ધમધમાટ શરૂ કરી દીધો હતો મોબાઈલ લોકેશનના આધારે બિહારથી તલોદ પોલીસે આરોપી અને સગીરા સાથે ઝડપી લેવામાં મોટી સફળતા મળી હતી જ્યારે આગળ કાર્યવાહી કરવા માટે સર્કલ ઇન્સ્પેક્ટર ખાતે આરોપીને મોકલી આપવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button