sabarkathaराष्ट्रीय

વિવાદઃ ભાજપના બે નેતાઓને બદનામ કરતી પોસ્ટ બદલ ઉમંગ પંચાલની ધરપકડ…

વિવાદઃ ભાજપના બે નેતાઓને બદનામ કરતી પોસ્ટ બદલ ઉમંગ પંચાલની ધરપકડ...

સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી વખતે ઉમેદવારની પસંદગીને લઇને ભારે વિવાદ સર્જાયો હતો.જે હજુ ચાલી રહ્યો હોય તેમ  ભાજપનો આંતરિક વિવાદ વકર્યો છે અને સોશ્યલ મિડિયામાં એક વિવાદી પોસ્ટને લઇને ભાજપ નેતાઓ  આમને- સામને આવી ગયા છે. જેમાં કહેવાય છે કે ઉમંગ પંચાલ નામના કાર્યકરને હાથો બનાવવામાં આવ્યો છે.

વિગતે જોઇએ તો પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને હાલમાં  દીવ-દમણનાં પ્રશાસક પ્રફુલ પટેલને બદનામ કરવાનો કારસાની સાથે હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલાને પણ બદનામ કરતી એક પોસ્ટ  મૂકાઇ હતી. જેમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દીવ-દમણનાં પ્રશાસક પ્રફુલ પટેલને રાવણ તરીકે સંબોધત કરાયા હતા. તો ધારાસભ્ય વી. ડી ઝાલાને ઔરંગઝેબ લખીને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરાઇ હતી.

પોલીસે આ પોસ્ટ  ભાજપના કાર્યકર ઉમંગ પંચાલે વાઇરલ કરી હોવાનું જણાવીને પોસ્ટ વાયરલ કરનાર ઉમંગ પંચાલ ની પોલીસે ધરપકડ કરી છે. અનંતેશ્વર મહાદેવ મંદિરનાં ટ્રસ્ટીએ આ અંગેની ફરિયાદ પોલીસ મથકે કરી હતી. ભાજપનાં પૂર્વ નેતાઓએ  ઉમંગને હાથો બનાવ્યો હોવાની લોકમુખે ચર્ચા થઇ રહી છે.

Related Articles

Back to top button