sabarkathaराष्ट्रीय

વિવાદઃપરેડમાં આવેલા પોલીસકર્મીઓનું ઘોર અપમાન…જમવાની થાળીઓ હાથમાંથી લઇ લેવાઇ..

જીજ્ઞેશ સોની….

આજરોજ હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈ જી સાહેબની ઉપસ્થિતિમાં પરેડનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એ પરેડમાં ભાગ લીધો હતો.

જેમાં ગતરોજ આરપીઆઈએ પોલીસ કર્મચારીઓને જણાવેલ કે, તમામ કર્મચારીઓ માટે કાલે પરેડ પત્યા પછી જમવાની સગવડ કરેલ છે. જેથી આજરોજ કર્મચારીઓ  પરેડ પૂરી થયા બાદ જમવાના સ્થળે જતા હતા ત્યાં હાજર રહેલ કેટરર્સ વાળાએ પોલીસ કર્મચારીઓએ જમવાની થાળી લેતા, તે થાળી પરત મુકાવી દીધી હતી…

આ અંગે રેન્જ આઇજી-ગાંધીનગરને કરાયેલી જાણમાં વધુમાં જણાવવામાં આવ્યુ હતું કે, આ કેટરર્સવાળાએ એમ પણ કહ્યું હતું કે આ જમણવાર ફક્ત અધિકારીઓ માટે છે. જેથી જિલ્લામાંથી આવેલ કર્મચારીઓ નારાજ થઈ ગયેલ હતા અને કર્મચારીઓને હોટલમાં જમવા જવાની ફરજ પડી હતી. ઘણા દિવસોથી પરેડની તૈયારી કરતા કર્મચારીઓ આવા  અપમાનજનક ગેરવર્તનના કારણે નારાજ થઈ ગયેલ હતા

Related Articles

Back to top button