તારક મહેતા ટીવી શોનો વિવાદ આગળ વધે છે, હવે શૈલેષ લોઢા બોલ્યા…પ્રોડ્યુસરને લઇ નાંખ્યા..
તારક મહેતા ટીવી શોનો વિવાદ આગળ વધે છે, હવે શૈલેષ લોઢા બોલ્યા...પ્રોડ્યુસરને લઇ નાંખ્યા..
ટીવીનો સુપરહિટ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અત્યારે સ્ટાર્સના શો છોડવાના કારણે વિવાદોમાં છે. આ શોને લગભગ 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને અત્યાર સુધી ઘણા બધા પાત્રો બદલાય ગયા છે. હાલમાં જ શોના મેકર્સ અને સ્ટાર કલાકારની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. શોમાં તારક મહેતાની ભૂમિકા નિભાવનાર શૈલેષ લોઢાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેને TMKOC પ્રોડ્યુસરના નિવેદનની વિરુદ્ધ જવાબ માનવામાં આવી રહ્યો છે. ફેન્સ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હાલમાં જ શોના પ્રોડ્યુસર આસિત મોદીએ કલાકારોને સતત શો છોડવા પર પ્રતિક્રિયા આપી હતી, જેના પછી શૈલેષ લોઢાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. શૈલેષ લોઢાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું, “તેરે મેરે રિશ્તે કા યહી એક હિસાબ રહા, મૈં દિલ હી દિલ રહા તૂ સદા દિમાગ રહા.” શૈલેષની આ પોસ્ટને સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ શોના પ્રોડ્યુસરના નિવેદન સાથે જોડીને જોઈ રહ્યા છે.
યુઝર્સનું કહેવું છે કે, શૈલેષે આ પોસ્ટ આસિત મોદીના જવાબમાં લખી છે. તેના જવાબમાં શૈલેષે એક અન્ય પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું, “લોગ બડી બેશર્મી સે ઝૂઠ બોલતે હૈ.”
થોડા દિવસ પહેલા તારક મહેતા શોના પ્રોડ્યુસર આસિત મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો શૈલેષ લોઢાએ શો કેમ છોડી દીધો ?તેના પર પ્રોડ્યુસરે કહ્યું હતું, હું બધાને જોડીને રાખવા માગુ છું, પરંતુ જો કોઈ સાથે આવવા નથી માગતુ અને તેમનું પેટ ભરાઈ ગયુ હોય તો તેમને જે લાગે તે કરે. અમે ઘણું બધું કરી લીધું. તેમને લાગે છે કે માત્ર તારક મહેતા સુધી જ મર્યાદિત ન રહેવું જોઈએ. હું તેમને કહીશ કે એક વખત ફરીથી વિચારે. જૂના તારક મહેતા આવશે તો પણ ખુશી થશે અને નવા આવશે તો પણ. મારુ એક જ લક્ષ્ય છે કે દર્શક ખુશ રહે.




