राजनीतिराष्ट्रीय

પાટિલનો હુંકાર- તમામ 26 બેઠકો પાંચ-પાંચ લાખની લીડથી જીતીશું…કોંગ્રેસ સાંભળી લે..

પાટિલનો હુંકાર- તમામ 26 બેઠકો પાંચ-પાંચ લાખની લીડથી જીતીશું...કોંગ્રેસ સાંભળી લે..

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમની આગવી શૈલીમાં કામ કરવા માટે જાણીતા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 સીટો આવી એ એમની દૂરંદેશી, કાર્યકરોની અથાગ મહેનત અને સાથે સાથે ડિજિટલ હાઇટેક ટેકલોનોજીના ઉચિત ઉપયોગનું પરિણામ હતું. પીએમ નરેન્દ્ર મોદી પણ તેમના સાંસદો – મંત્રીઓ ને ડિજિટલી એગ્રેસિવ રહેવા માટે વારંવાર સૂચન કરતા રહે છે.

સીઆર પાટીલે સુરતમાં તેમની નવસારી વિધાનસભાનું સુપર હાઇટેક કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. આગામી લોકસભા ચૂંટણીની તમામ રણનિતીને ફાઇનલ ઓપ અહીંયા આપવામાં આવશે. આગામી તમામ લોકસભા બેઠક પર કમસે કમ પાંચ લાખ મતોની લીડ સાથે જીતવા માટે CR પાટીલે બુથ અને પેઇજ લેવલે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે.

યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષી પંચ – અનુસૂચિત મોરચાઓને કામે લગાડી દીધા છે. તેનું સીધું મોનિટરીંગ આ કાર્યાલયથી જ થશે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ આ કાર્યાલય ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમને પણ આંટી મારે એવું છે. આખા કમલમનો મળીને 34 લોકો નો સ્ટાફ છે, જ્યારે પાટીલના કાર્યાલયમાં 55 લોકોનો સ્ટાફ કામ કરશે.

Related Articles

Back to top button