કોંગ્રેસવાળાને સપનું આવ્યું- જો આમ નહીં થાય તો આપણે ફરીથી ગુલામ બની જઈશું….
કોંગ્રેસવાળાને સપનું આવ્યું- જો આમ નહીં થાય તો આપણે ફરીથી ગુલામ બની જઈશું....
લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં બુધવારે INDIA ગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે લોકતંત્ર અને બંધારણને બચાવવા પર ભાર મૂક્યો હતો. ખડગે કહ્યું કે, મારી 53 વર્ષની કારકિર્દીમાં મેં ક્યારેય આટલી બધી પાર્ટીઓને એકસાથે ચૂંટણી લડતા જોયા નથી. 26 પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જરા વિચારો કે લોકો સરકારથી કેટલા નારાજ છે.
આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની છે કારણ કે આ એક એવી ચૂંટણી છે જે દેશનું ભવિષ્ય બચાવશે. આ આપણી ભાવિ પેઢીઓનું રક્ષણ કરવા અને આપણા અધિકારો અને સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી સમાજના નબળા વર્ગના અનામતને બચાવવા માટેની ચૂંટણી છે અને આ આપણી ફરજ છે કારણ કે જો બંધારણ સાચવવામાં આવશે તો આ અધિકારો બચી જશે.
ખડગેએ કહ્યું કે, આપણે બધાએ સાથે મળીને દેશના ભવિષ્ય, લોકશાહી અને બંધારણને બચાવવું જોઈએ. જો આમ નહીં થાય તો આપણે ફરીથી ગુલામ બની જઈશું. જો લોકશાહી નથી, સરમુખત્યારશાહી છે તો આપણે આપણી વિચારધારાને ક્યાંથી મત આપીશું.




