गुजरातराष्ट्रीय

ભચાઉ શાંતિ સમિતિની બેઠકમાં વ્હાલા-દવલાં નીતિનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ

રિપોર્ટર:જયેશ ધેયડા.....

ભચાઉ નગરમાં પોલીસ દ્વારા બોલાવાયેલી તા.7 ઓગસ્ટ શાતિ સમિતિની બેઠકમાં અમુક જ લોકોને બોલાવી વારંવાર કરાતા અન્યાય અંગે  સ્થાનિક કોંગ્રેસ દ્વારા આઇજી બોર્ડર રેન્જ કચ્છને આવેદનપત્ર આપીને ધ્યાન દોરવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવ્યાં પ્રમાણે, તા.7 ઓગસ્ટના ભચાઉ મધ્યે આગામી તહેવારોને અનુસંધાને ધાર્મિક, સામાજિક સૌહાર્દ જળવાઈ રહે એ હેતુસર જુદા જુદા સામાજિક,ધાર્મિક રાજકીય સંગઠનોના આગેવાનોની હાજરીમાં શાતિ સમિતિની બેઠક બોલાવવા માં આવેલ હતી.

અગાઉ પણ ભચાઉ પોલીસ દ્વારા જાણી જોઈ અમુક રાજકીય પક્ષના હાથા બની, મનપસંદ લોકોને જ વારંવાર બોલાવવામાં આવેલા છે.અમોએ આ અંગે તા.૧૪/૬/૨૦૨૨ ના રોજ આ બાબતે રજુઆત કરેલ. છતાં અમારા ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસથી નફરત કરતા રાજકીય પ્રતિસ્પર્ધીઓના ઈશારે કોગ્રેસી આગેવાનોને આવી મિટિંગોમાં બોલાવવામાં આવતા નથી.

ખાસ તો ભચાઉ પોલીસ ના જવાબદાર અધિકારીઓ સતાધારી પક્ષના અને વેપારી આગેવાનો માટે જ કામ કરતા હોય એવી છાપ ઉપસી રહી છે.પોલીસના અધિકારીઓ નાના વેપારીઓ, રિક્ષાવાળાઓ,પાથરણા વેપારીઓ સાથે ખુબ જ ઓરમાયુ વર્તન કરાય છે.એમની સાથે પોલીસ કનડગત કરતી હોય છે.

જેથી આવી કનડગત ન કરવા અમો પોલીસને સમજાવતા તેમજ રજૂઆતો કરતા હોય આવી બાબતોના મનદુઃખ રાખી તેમજ અમુક રાજકીય પક્ષના નેતાઓના ઇશારે અમો કોગ્રેસના આગેવાનોની વારંવાર શાતિ સમિતિની બેઠકોમાં તથા પોલીસ દ્વારા સામાજિક, રાષ્ટ્રીય કાર્યક્રમોમા આમંત્રણ ન આપી મનમાની કરવામાં આવે છે. જે બાબતે જવાબદાર પોલીસ કર્મીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરાવી ભવિષ્યમાં આવી રીતે બાદબાકી ન કરાવી યોગ્ય થવા વિનંતી.કરવામાં આવી છે. આ અંગેની નકલ (૧)ડી.એસ.પી.પૂર્વ કચ્છ (૨)કલેકટર શ્રી કચ્છ અને (૩)નાયબ કલેકટર ભચાઉને મોકલી આપવામાં આવી છે.

Related Articles

Back to top button