sabarkathaराष्ट्रीय

પીએસઆઇ દ્વારા ગેરવર્તન કરાયોનો કોંગ્રેસનો દાવો…

પીએસઆઇ દ્વારા ગેરવર્તન કરાયોનો કોંગ્રેસનો દાવો...

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર રાહુલ ગાંધીના વિવાદી ભાજચપ વિરોધી  નિવેદનના પગલે વિરોધ થયો તેમ સાબરકાંઠામાં પણ આવો એક બનાવ બન્યો હતો. જો કે કોંગ્રેસ કાર્યાલય પર હુમલા અંગેની ફરિયાદ લઇને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા ત્યારે કહે છે કે પોલીસનું વર્તન અયોગ્ય હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે.

વિગતે જોઇએ તો, લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરોધના મામલે હિંમતનગરમાં ત્રણ દિવસ પહેલા ભાજપે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં નુકસાન પહોંચડતા  તરત જ આગેવાનો સહિત કાર્યકરો જિલ્લા પોલીસ કચેરી પહોંચ્યા હતા અને હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કેટલાક વ્યક્તિઓ દ્વારા  નુકસાન પહોંચાડતા  હોવાની પોલીસ મથકે અરજી કરાઈ હતી. બી ડિવિઝન પોલીસ મથકે કરાયેલી અરજીમાં  કોંગ્રેસ કાર્યાલયમાં નુકસાન પહોંચાડનાર સામે અરજી કરી હતી. જો કે અરજીની કોઈ કાર્યવાહી નહીં થતા જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે.

કોંગ્રેસે  દાવો કર્યો કે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર  આપવવા જતા કોંગ્રેસના આગેવાનો સાથે ફરજ પરના પીએસઆઇએ ગેરવર્તન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇની વિરૂધ્ધ ગેરવર્તણૂંકની  રજુઆત જિલ્લા પોલીસ વડાને કરી હતી. શું એ પીએસઆઇ સામે પગલા લેવાશે…એવો સવાલ એક કોંગ્રેસી નેતાએ કર્યો હતો.

Related Articles

Back to top button