અભિનંદનઃ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મહામંત્રી મલેશિયાની દીકરીએ નામ રોશન કર્યું….
અભિનંદનઃ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મહામંત્રી મલેશિયાની દીકરીએ નામ રોશન કર્યું....
ખેલો ઇન્ડિયા વિમેન્સમાં પત્રકાર એકતા પરિષદ પ્રદેશ મહામંત્રી કિરણ મલેશિયાની દીકરી ઋતુ કુમારીએ ભારે સફળતા મેળવી છે. પિતાની જેમ દિકરીએ પણ પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.
વિગતે જોઇએ તો, પત્રકાર કિરણ મલેશિયાની દિકરીએ તરણ સ્પર્ધામાં 200 મીટર બેક સ્ટ્રોકમાં નેશનલ લેવલે ફોર પોઝિશન પ્રાપ્ત કરી છે.. અગાઉ પોરબંદર ખાતે સમુંદરમાં તરણ સ્પર્ધામાં પણ તે વિજેતા બની ચૂકી છે..
ખેલો ઇન્ડિયા વુમન્સ સીરીઝ નેશનલ ટુર્નામેન્ટમાં ઋતુ કુમારી મલેશિયાએ 200 મીટર બેક સ્ટ્રોકમાં નેશનલ લેવલે ફોર પોઝીશન મેળવીને સમગ્ર સાબરકાંઠાનું અને ગુજરાતનું નામ નેશનલ લેવલે રોશન કર્યં છે અને તે સૌ માટે ગોરવની વાત છે.
આજના સમયમાં દીકરીને રમત-ગમતની સ્પર્ધામાં ઉતારવી અને તેમાં પણ પાણીની રમતમાં ખૂબ જોખમી સ્પર્ધાઓમાં ભાગ લેવા દેવો એ માત-પિતાની પણ મજબૂત માનસિકતા હોય ત્યારે જ શક્ય બને છે.
ખૂબ મહેનત,ખૂબ પ્રેક્ટિસને લગન હોય ત્યારે બધુ જ શક્ય છે. અશક્ય ને શક્ય બનાવવા સતત પ્રગતિનો પથ હાસલ કરે ત્યારે સ્ત્રી સ્વતંત્રતા કહો કે બેટી બચાવો,બેટી પઢાઓ એ સૂત્ર સાર્થક થયું કહેવાય. ઋતુ કુમારી મલેશિયા ને પત્રકાર એકતા પરિષદ ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે., એમ સંગઠનના અગ્રણી લાભુભાઈ કાત્રોડીયા.જણાવ્યું હતું.




