sabarkathaराष्ट्रीय

અભિનંદનઃ સિલ્વર મેડલ વિજેતા કુ. નિરમા અસારીનું ધારાસભ્યશ્રી દ્વારા સન્માન……

અભિનંદનઃ સિલ્વર મેડલ વિજેતા કુ. નિરમા અસારીનું ધારાસભ્યશ્રી દ્વારા સન્માન......

એસ બી મહિલા કોલેજના વાર્ષિકોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવનાર કુ. નિરમા અસારીનું ધારાસભ્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

એમએમઆઇ સંચાલિત એસબી મહિલા આર્ટસ કોલેજ હિંમતનગરના 29 મો વાર્ષિકોત્સવ માં  મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય વી. ડી.ઝાલાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શ આપ્યું હતું.

વિગતે જોઇએ તો તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને આ સમાજમાંથી કેટલીક મહિલાઓ ડોક્ટર પણ બનેલ છે. સરકારી યોજનાઓ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે આયુષ્યમાન કાર્ડના કારણે દરેક સમાજને આજે દસ લાખ રૂપિયા સુધીની  તબીબી સહાય મળે છે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલ ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફ કમિશનર અને ભાજપ પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિતે જણાવ્યું કે મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આવ્યા પછી દરેક સમાજને સરખું પ્રાધાન્ય મળતું થયું છે. ભારત દેશ વિકાસના પંથે જઈ રહ્યો છે. મા.નરેન્દ્ર ભાઈ મોદીની વિકાસ યાત્રામાં  મુસ્લિમ સમુદાયે સહભાગી બનવા ભા.જ.પમાં જોડાઈ જવું જોઈએ.

ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે તો તેમાં મદદરૂપ થવું જોઈએ અને દીકરીઓના શિક્ષણ માટે સજાગ બનવું જોઈએ. આ કોલેજે  સ્કાઉટ ગાઈડ લેવલે પણ રાષ્ટ્રીય કક્ષાએ મજમુદાર એવોર્ડ મેળવેલ છે.

જયારે, એનજી પ્રાઇવેટ લિમિટેડના ગોપાલસિંહ રાઠોડે શિક્ષણની સેવામાં હું અવિરત આપની સાથે રહીશ તેમ જણાવ્યું હતું. એમએમઆઈ ટ્રસ્ટના ચેરમેન જનાબ યુસુફ ચાંદનીવાલા તથા સર્વોદય બેંક ચેરમેન જનાબ કાદરભાઈ હરસોલિયા તથા સર્વે હોદ્દેદારો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 પ્રમુખશ્રી ગુલાબ મોહયુદ્દીન હરસોલિયા એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કોલેજની શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત તથા વિવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓને  મહેમાનોના હસ્તે ઈનામ  અર્પણ કરવામાં આવ્યા હતા.

એથ્લેટિક્સ નેશનલ સિલ્વર મેડલ યુ 20 ફેડરેશન કપ ચેન્નાઇ 2023 -24  લાંબી કુદ 5.88મીટર જમ્પ લગાવી કુમારી નિરમા બી અસારીએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેળવ્યો હતો જેનુ સન્માન ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમા રજૂ કરવામાં આવ્યાં હતા. સ્વાગત પ્રવચન પ્રિન્સિપાલ ડો.નાઝીમા શેખે કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સબીના કુરેશીએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને કોલેજ પરિવારે સફળ બનાવ્યો હતો.

Related Articles

Back to top button