राष्ट्रीय
અભિનંદનઃ મોટાભાઇ અમિત શાહ ફરીથી ગૃહમંત્રી બન્યા….
અભિનંદનઃ મોટાભાઇ અમિત શાહ ફરીથી ગૃહમંત્રી બન્યા....
મોદી સરકાર 3.0 માં કેન્દ્રીય મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે. જેમાં નીતિન ગડકરીને ફરી પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહને રક્ષા મંત્રી તરીકે યથાવત્ રાખવામાં આવ્યા છે. અમિત શાહ ફરી ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.
મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવાશે
મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ પહેલા 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો.




