સીએનજી પંપ પર ગેસ પૂરાવવા મામલે મારામારી….પોલીસમાં ફરિયાદ…
સીએનજી પંપ પર ગેસ પૂરાવવા મામલે મારામારી....પોલીસમાં ફરિયાદ...
સાબરકાંઠા જિલ્લામાં અસામાજીક તત્વોનો આતંક વધ્યો હોય તેમ સીએનજી પંપ પર ગેસ ભરાવવાના બાબતે બોલાચાલીમાં પોલીસ ફરિયાદ થઇ છે.
વિગતે જોઇએ તો, જિલ્લાના વડાલી પાસે આવેલ સીએનજી પમ્પ પર ગેસ ભરાવવા કેટલાક લોકો આવ્યાં હતા અને કોઇ બાબતે બોલાચાલી થતાં વિધર્મી લોકોએ તરત જ પંપ પર સુરેશ સગર નામના વ્યક્તિને ઢોર માર મારતાં વડાલી પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર જાકિર નામના શખ્સ સહિત અન્ય ત્રણ લોકોએ પંપ પર ગેસ પૂરવાની બાબતે બોલાચાલી અને મારામારી કરી હતી. જેમાં સુરેશ સગર નામના વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. હતો…
વડાલીમાં ફરી એકવાર વિધર્મી યુવકો દ્રારા હિન્દુ યુવક પર હુમલો થતા ભારે રોષની લાગણી જોવા મળી હતી. અને આ સમગ્ર મારામારીના સી.સી.ટી.વી ફૂટેજમાં આવી ગયા હતા.વડાલી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે….




