તંત્ર દ્વારા પકડાયેલા ઢોરોને બળજબરીપૂર્વક તાળુ તોડીને લઇ ગયા, 15 જણાં સામે ફરિયાદ
તંત્ર દ્વારા પકડાયેલા ઢોરોને બળજબરીપૂર્વક તાળુ તોડીને લઇ ગયા, 15 જણાં સામે ફરિયાદ
હિંમતનગરમાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં સત્તાધીશોની સામે સવાલો થાય એમ નગરપાલિકાના તંત્ર દ્વારા જાહેર રોડ ઉપર રખડતા પશુઓને પકડી ઢોરવાડામાં મૂકવામાં આવ્યાં હતા. પરંતુ પશુ માલિકોએ ઢોરવાડાના નપાના ચોકીદારોને પકડી તાળું તોડીને પોતાના પશુઓને ધરાર લઈ ગયા હોવાની ઘટના બની હતી.
છેલ્લા કેટલાય સમયથી જાહેર રસ્તા ઉપર ઠેર ઠેર રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે જેને લઈને હિંમતનગર નગરપાલિકા દ્વારા તેને પકડીને કરેલી વ્યવસ્થા સ્થળે રાખવામાં આવ્યા છે. જ્યાંથી સાંજના સુમારે કેટલાક ઇસમો દ્વારા બે ચોકીદારોને પકડીને રાખીને ઢોરવાડામાંથી પોતાના ઢોરોને લઇ ગયા હતા.
જેને લઇને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ સહિત 15ના ટોળા સામે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે, જાણવા મળે છે કે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હિંમતનગર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર બ્રિજેશકુમાર રમેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર પકડીને ડોક્ટર નલીનકાંત ગાંધી ટાઉન હોલના પાછળના ભાગે સ્મશાનગૃહની બાજુમાં ઢોર ડબ્બો બનાવવામાં આવેલો છે જ્યાં શહેરમાંથી પકડાયેલ પશુઓને ડબ્બામાં પૂરવામાં આવે છે ત્યારબાદ પશુઓના દાવેદારો પાસેથી આધાર પુરાવા સાથે દંડ લઈને છોડી મૂકવામાં આવે છે.
આ જગ્યા પર નગરપાલિકાના રોજમદાર ચોકીદાર શંકરભાઈ પ્રભાતભાઈ ઠાકોર અને સફાઈ કામદાર કમ ચોકીદાર તરીકે ઘનશ્યામભાઈ નારાયણભાઈ રાઠોડ ફરજ બજાવે છે તેમનું કહેવું છે કે ઢોરોને પકડીને ડબ્બામાં લાવવામાં આવ્યા હતા
રબાદ કેટલાક લોકોએ લગાવેલું તાળું ખોલવાની કોશિશ કરતા ત્યારે ચોકીદારે આ અંગે નગરપાલિકામાં જાણ કરવા અને કહેવા જતા રોકી રાખ્યા હતા ઢોર ડબ્બાના ચોકઠાની જાળીનું તાળું ખોલીને અંદર પુરેલી ગાયો અને આખલાઓને છોડી મૂકેલા અને ત્યાંથી નાસી ગયા હતા.
ત્યારબાદ આ બાબતે બંને ચોકીદારોએ નગરપાલિકાના નાઈટ સુપરવાઇઝર જયેશભાઈ રાજુભાઈ મકવાણાને જાણ કરતા તેમને આરોગ્ય વિભાગના વડા રાજેન્દ્રસિંહ ચૌહાણને જાણ કરી હતી જેને લઇને હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યવાહી કરવા હુકમ થતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ સહિત 15 ના ટોળા સામે ગઈકાલે સાંજે ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે જોઈએ આગળ શું થાય છે.




