અરવલ્લી જિલ્લામાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના અરવલ્લી ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી.પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો..જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
કલેકટર દ્વારા જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરીને અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. .જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં , જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, DRDA ડાયરેક્ટર શ્રી આર. એન. કુચારા તેમજ અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.




