
ઘરનું આંગણુ ચોખ્ખુ હોય તો ગામ ચોખ્ખુ અને ગામ ચોખ્ખુ તો સમજો કે દેશમાં ક્યાંય ગંદકી જોવા ન મળે એવી આદર્શ પરિસ્થિતિની તરફ નયા ભારત વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં પણ સ્વચ્છતા એ જ સેવા અંતર્ગતના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત આજરોજ મોડાસા નગરપાલિકા ખાતે માન અધિક કલેક્ટર સાહેબશ્રી, પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ કચેરી ગાંધીનગર ઝોનના શ્રી કે. વી. ભાલોડીયાસહેબશ્રી મોડાસા નગરપાલિકા વિસ્તરામાં આવેલ વણઝારી વાવ, હિરની વાવ અને ઓધારી તળાવ તેમજ આજુબાજુના જાહેર સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી.
સ્વછતા એ જ સેવા કાર્યક્રમ રોજે રોજ કરવામાં આવે તે બાબતે પણ તેમના દ્વારા યોગ્ય માર્ગદર્શન અપાવામાં આવ્યું હતું.




