sabarkathaराष्ट्रीय
શ્રી રામાપીર મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું….
શ્રી રામાપીર મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું....

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે ૧૪ થી ૨૨ જાન્યુઆરી દરમ્યાન ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે આજરોજ આ અભિયાન અંતર્ગત ઈડર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા માથાસુર ખાતે શ્રી રામદેવપીર મંદિરમાં સફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, ઈડર તાલુકા મોરચા પ્રમુખ મોતીલાલ વણકર, મહામંત્રી ખેમાભાઈ પરમાર, મંત્રી કે.વી.સાગર,પૂવઁ સરપંચ દાનાભાઈ વણકર , મહંત દલપતરામજી વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં




