હત્યાના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમા ધરપકડ કરતી ચિઠોડા પોલીસ…
હત્યાના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમા ધરપકડ કરતી ચિઠોડા પોલીસ...
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક .વિશાલકુમાર વાઘેલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં બનતા હત્યાના ગુન્હાઓમા સંડોવાયેલ આરોપી સત્વરે શોધી કાઢી અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ ટીમ પોલીસ કાર્યરત હતી
દરમ્યાન ચિઠોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ . ગુ.ર.નં .૧૧૨૦૯૦૫૭૨૨૦૩૭૬ / ૨૦૨૨ ઇ.પી.કો. ૩૦૨ , ૩૨૩,૫૦૪ , તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા .૧૨ / ૦૮ / ૨૦૨૨ ના રોજ દાખલ થયેલ હતો . જેમાં હકીકત એવી છે કે તા .૧૨ / ૦૮ / ૨૦૨૨ ના ક .૧૧ / ૦૦ વાગ્યાના સુમારે બાલેટા ગામે આ કામના આરોપી મુકેશભાઇ કાવાજી હોથા (રહે.બાલેટા તા.વિજયનગર)એ જમવા બાબતે નજીવી બાબતે પોતાના પિતા કાવાજી સવજીભાઇ હોથા ઉ.વ .૬૭ નાઓ સાથે તકરાર કરી ઇંટ વડે પોતાના પિતાને માથાના ભાગે ઇજા કરી તેમજ ગુપ્ત ભાગે લાતો મારી જીવલેણ ઇજા કરી મોત નિપજાવેલ હોવાની ફરીયાદ ઉપરોક્ત નંબરથી દાખલ થઇ હતી. .
જે ગુન્હાની તપાસ એમ.એચ.પરાડીયા , પો.સબ ઇન્સ . ચિઠોડા પો.સ્ટે નાઓએ સંભાળી લઇ જરૂરી તપાસની કાયેદસરની કાર્યવાહી કરેલ અને ગુન્હાના આરોપીની તપાસ કરતાં મળી આવેલ ન હોય જેથી અમોએ અમારા ભરોસાના ખાનગી બાતમીદારો રોકી હકીકત મેળવતાં સદરહું ગુન્હાનો ઉપરોક્ત આરોપી બાલેટા જંગલ વિસ્તારમા છુપાયેલ હોવાની હકીકત આધારે અમોએ પોલીસ સ્ટાફ સાથે આરોપીની શોધખોળ કરતાં સદરહું આરોપી મળી આવતાં ઓળખ કરી પકડી પાડી પુરાવા આધારે અટક કરી તપાસની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
આમ હત્યા (મર્ડર) ના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડવામા ચિઠોડા પોલીસને સફળતા હાંસલ થયેલ છે . આ કેસમાં કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓમાં ( ૧ ) એમ.એચ.પરાડીયા પોલીસ સબ ઇન્સપેકટર ચિઠોડા પો.સ્ટે . ( ૨ ) અ.હે.કો.ભુરજીભાઇ નાનજીભાઇ બ.નં .૨૯૮ ચિઠોડા પો.સ્ટે . ( ૪ ) અ.પો.કો.રણજીતભાઇ મનજીભાઇ બ.નં .૮૭૫ ચિઠોડા પો.સ્ટે . ( ૩ ) આ.પો.કો.રમેશકુમાર કાલીદાસ બ.નં .૫૭૮ ચિઠોડા પો.સ્ટે . ( એમ.એચ.પરાડીયા ) પોલીસ સબ ઇન્સપેકટર ચિઠોડા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.




