गुजरातराष्ट्रीय

આશા વર્કર ચળવળનું નેતૃત્વ કરનાર આગેવાન ચંદ્રીકાબેન આપમાં જોડાયા..

આશા વર્કર ચળવળનું નેતૃત્વ કરનાર આગેવાન ચંદ્રીકાબેન આપમાં જોડાયા..

કેજરીવાલની જબરજસ્ત ગેરંટી- 15મીએ સરકાર રચાતા જ આશાવર્કરોની માંગણીઓ પૂર્ણ..

ગુજરાતમાં આશા વર્કર ચળવળનું નેતૃત્વ કરી રહેલા મહિલા આગેવાન ચંદ્રિકા સોલંકી સત્તા પરિવર્તન માટે પોતાનું યોગદાન આપવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ચંદ્રિકાબેન  સોલંકી આપ આદમી પાર્ટીના પ્રમેતા માનનીય અરવિંદ કેજરીવાલજીના હસ્તે પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જનતાના દુઃખ-દર્દ દૂર કરી એમની સુખાકારી અને વિકાસ માટેના અરવિંદ કેજરીવાલના મજબૂત ઈરાદાથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીના સંપૂર્ણ સમર્થનમાં જોડાયા  છે અને તેને સારો આવકાર મળી રહ્યો છે

પાર્ટીમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે, ગુજરાતમાં આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો સાથે વર્ષોથી ગુલામી કરાવી રહેલી આ શોષણખોર સરકાર સામે  બંધારણીય અધિકારો માટે છેલ્લાં કેટલાય વર્ષોથી મજબૂત આંદોલન કરી રહ્યા હતા .

સરકારી કર્મચારી થઈને સરકાર સામે મહિલાઓના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો ત્યારે એનું ઈનામ એ મળ્યું કે 2017માં સરકારી નોકરીમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા .તેમ છતાં આંદોલન અટક્યા વગર વધારે મજબૂત બનતું ગયું હતું. દરેક જિલ્લા કલેકટર કચેરીઓ ખાતે અસંખ્ય વાર રેલીઓ અને ધરણાં કર્યા.

ગુજરાતમાં એવા કોઈ ધારાસભ્ય બાકી નથી કે જેને રજૂઆત ના કરી હોય…મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. છેલ્લે છ મંત્રીઓની કમિટી સાથે બેઠક યોજીને બે કલાક સુધી ચર્ચા કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહીં અને સમગ્ યોજના કેન્દ્ર સરકાર દ્વારા હોવાથી મોદી સરકાર નિર્ણય લઈ શકે એમ કહીને રાજ્ય સરકારે હાથ અધ્ધર કરી લીધા હતા અને છેલ્લે દિલ્હી જઈને પણ જંતર-મંતર પર ધરણાં કર્યા હતા તેમ છતાં કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નહોતું.

ચંદ્રિકા સોલંકીએ વધુમાં કહ્યું હતું કે,  આ ભાજપ સરકારની માનસિકતા ગરીબ વિરોધી તેમજ મહિલા વિરોધી છે. એટલે જ મહિલાઓને મજબૂર અને લાચાર સમજીને એમનું શોષણ  કરીને બંધારણીય અધિકારોથી વંચિત રાખી રહી છે. મહિલા શસકતિકરણના દાવા ફક્ત પોસ્ટરો અને બેનરમાં જ દેખાઈ રહ્યા છે. આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને યોગ્ય વળતર ચૂકવીને એમને આર્થિક રીતે સશકત બનાવવાની કોઈ નિયત સરકારમાં દેખાતી નહોતી

એટલે છેવટે ન્યાય મેળવવા માટે આશા વર્કર  અને આશા ફેસીલીટેટર બહેનોની તમામ માંગણીઓ અને સમસ્યાઓ લઈને અરવિંદ કેજરીવાલજી સાથે મુલાકાત કરી હતી , જ્યાં અરવિંદ કેજરીવાલજીએ ચંદ્રિકાબેન  સોલંકીને ખાતરી આપી હતી કે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવ્યા પછી, જ્યારે 15 ડિસેમ્બરે સરકાર રચાશે, ત્યારે તમામ આશા વર્કર બહેનોની માંગણીઓ સંતોષાશે.

જેથી અરવિંદ કેજરીવાલના આ વચન પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. અને સત્તા પક્ષ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 27 વર્ષના બીજેપીના શાસનમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારીથી હવે જનતા કંટાળી ગઈ છે..આ અભિમાની સરકાર વર્ષોથી મહિલાઓ, યુવાનો,ખેડૂતો કર્મચારીઓ અને ગરીબોનું શોષણ કરી રહી છે. મળતિયાઓને માલામાલ કરનાર માત્ર ઉદ્યોગપતિઓની સરકારને ઘર ભેગી કરી આમ આદમી પાર્ટીની સરકાર રચવા પોતાનું યોગદાન આપવાના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટી માં વિધિવત જોડાયા હતા..

અરવિંદ કેજરીવાલની જનતાના પ્રશ્નોના નિરાકરણની રાજનીતિથી પ્રભાવિત થઈને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.આમ આદમી પાર્ટીની સભાઓ, રેલીઓ અને સોશિયલ મીડિયામાં પ્રચાર અને પ્રસારમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, આ જોઈને સ્પષ્ટ થાય છે. કે લોકો આ વખતે પરિવર્તન લાવવાના મૂડમાં છે.

Related Articles

Back to top button