राष्ट्रीयઅરવલ્લી

અરવલ્લી: આંગણવાડી કેન્દ્રોમાં “પ્રકૃતિ પરિચય” થીમ પર બાળ દિનની ઉજવણી…..

રિપોર્:કનુ (કરણ) વાળંદ-અરવલ્લી મોડાસા…

આંગણવાડી એ બાળક માટે જીવન ઘડતરનું પ્રથમ પગથિયું છે. માનો વ્હાલસોયો ખોળો છોડીને આવતા બાળકને મા જેવી જ મીઠી માવજત મળે અને યોગ્ય દેખરેખ થાય એવો શિક્ષકગણ કે જે માની ગરજ સારે, જે આંગણવાડીમાં મળે છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. .જેનાથી નાનપણથી બાળકને આંગણવાડીમાં સમજણ આપવામા આવે છે.

તેવી જ રીતે અરવલ્લી જિલ્લાની આંગણવાડીઓમાં અનેક પ્રવૃત્તિઓ થકી બાળકોના વિકાસમાં ઉમેરો થાય છે.

અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો માં” પ્રકૃતિ પરિચય” થીમ પર બાળ દિનની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને ઝાડ, છોડ, વેલા વિશે સમજ આપી.તેમજ બાળકો કુદરતી પર્યાવરણ વિશે સમજ કેળવે તેમજ પર્યાવરણની જાળવણી વિશે સમજે. જે બાળકોના સર્વાંગી વિકાસમાં ખૂબ મદદરૂપ બને છે.

Related Articles

Back to top button