गुजरातराष्ट्रीय

સાવધાનીઃ બનાસકાંઠામાં ભૂકંપના આંચકા….લોકો બન્યા ભયભીત…..

સાવધાનીઃ બનાસકાંઠામાં ભૂકંપના આંચકા....લોકો બન્યા ભયભીત.....

બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3. 5 ની માપવમા આવી છે. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત જાણકારી મુજબ આજે બપોરે ભૂકંપના જોરધાર આંચકાથી બનાસકાંઠાની ધરાધ્રુજી ઉઠી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવમાં બપોરે 12.07 મિનિટે 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 21 કિમી દૂર પૃથ્વીના પેટાળમાં 7.8 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.

પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.. રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં ૧થી ૯ સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ ૧૯૩૫માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

Related Articles

Back to top button