राष्ट्रीयઅરવલ્લી

કારને અકસ્માત નડ્યો અને લોકોએ દારૂની લૂંટમલૂંટ ચલાવી…મફતની રેવડી….!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયાઅરવલ્લી…..

વાર તહેવાર આવતાં દારૂની રેલમછેલ વધી રહી હોય તેમ અરવલ્લી જિલ્લામાં દારૂની હેરફેર વધી હોય તેમ એક કિસ્સામાં દારૂની લૂંટમલૂંટની ઘટના બની છે.

વિગતે જોઇએ તો, મોડાસાના જીવણપુર ચોકડી પર દારૂ ભરેલ કારને અકસ્માત નડ્યો હતો. કેમ કે મોડાસા રૂરલ પોલીસ તેનો પીછો કરી રહી હતી અને તેનાથી બચવા ગાડી ભગાવતાં અકસ્માત  સર્જાયો હતો.અકસ્માત બાદ એસયુવી કારમાંથી દારૂની ઉઠાંતરી થતાં સૌ કોઇ ચોંકી ગયા હતા. કેમ કે સ્થાનિક લોકોના ટોળાએ કારમાં રહેલી દારૂની લૂંટ ચલાવી હતી અને જેને જેમ મન ફાવે તેમ દારૂની બોટલો લઇને ફરાર થઇ ગયા હતા. કારમાં રહેલો તમામ દારૂ લૂંટાઇ ગયો હતો

પોલીસે જો કે  બે ઈસમોની  ધરપકડ કરી છે.

Related Articles

Back to top button