sabarkathaराष्ट्रीय

હરણાવના પ્રવાહમાં કાર તણાઇ, ચાલકનું મોત..ચેકડેમમાં યુવાન ડૂબ્યો..

હરણાવના પ્રવાહમાં કાર તણાઇ, ચાલકનું મોત..ચેકડેમમાં યુવાન ડૂબ્યો..

સાબરકાંઠા.જીલ્લામાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ નદીના પ્રવાહમાં એક કાર તણાઇ ગયાની ઘટના પણ બની છે. જેમાં કારચાલકનું મોત થયું હોવાના અહેવાલ છે.

વિગતે જોઇએ તો, વિજયનગરના હરણાવ નદીના પ્રવાહમાં ઇકો કાર તણાઈ જતા ચાલકનું મોત થયું છે. સરસવ નજીક હરણાવ નદીમાં કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો.

હરણાવ નદીના પ્રવાહમાં કાર સાથે ચાલક તણાયો હતો, તો અન્ય એક ઘટનામાં વડાલીના નાદરી પાસેના ચેકડેમમાં યુવાન ડૂબ્યો હતો., ઇડર અને વડાલી ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી. આ બન્ને ઘટનાઓ ગઈ કાલે સાંજે બન્યા છે

 

Related Articles

Back to top button