राष्ट्रीय

બસ ખીણમાં ખાબકીઃ જમ્મુમાં એક રોડ અકસ્માતનમાં 20 લોકોના મોત…

બસ ખીણમાં ખાબકીઃ જમ્મુમાં એક રોડ અકસ્માતનમાં 20 લોકોના મોત...

જમ્મુમાં એક રોડ અકસ્માતનાં સમાચાર સામે આવ્યા છે. યાત્રીઓને લઈને જઈ રહેલી એક બસ રોડ પર પરથી ખાણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ યાત્રીઓને લઈને જઈ રહેલી બસ યુપીથી હાથરસથી જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લા સ્થિત શિવ ખોડી જઈ રહી હતી. ચોકી ચોરા ક્ષેત્રમાં તંગલી મોડ પર આ દુર્ઘટના ઘટી હતી અને બસ લગભગ 150 ફુટ નીચે ખીણમાં ખાબકી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ અકસ્માત રાજૌરી જિલ્લામાં થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ચીસો પાડવા લાગ્યા. બનાવ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ, નાગરિકો અને SDRF, NDRFએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

Related Articles

Back to top button