गुजरातराष्ट्रीय

દાદાગીરીઃરાત્રે 12 વાગે બુટલેગરો પહોંચ્યા પોલીસ મથકે અને પોલીસને આપી ધમકી.. પછી…

દાદાગીરીઃરાત્રે 12 વાગે બુટલેગરો પહોંચ્યા પોલીસ મથકે અને પોલીસને આપી ધમકી.. પછી...

શહેરના થોરાળા પોલીસ દ્વારા છેલ્લા 25 દિવસમાં 11 જેટલા ઇંગ્લિશ દારૂ તેમજ જુગારના ક્વોલિટી કેસ અંતર્ગત 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવતા 25 જેટલા વ્યક્તિઓએ કરવામાં આવતી રેડના કારણે નારાજ થઈ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાના ઇરાદે બુધવારના રોજ રાત્રિના 12 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જ્યાં પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી તેમને ગાળો આપી ઘર્ષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ પોલીસ કર્મચારીઓને અમારા વિસ્તારમાં રેઇડ કરશો તો સારાવાટ નહીં રહે તે પ્રકારની ધમકી પણ આપી હોવાની ઘટના સામે આવી છે.

આ સમગ્ર મામલે થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ઝાલાએ ગોપાલ ઉર્ફે મીઠીયો ગોહેલ, સુમિત ચૌહાણ, વિપુલ ઉર્ફે ભોલિયો બાવાજી, શુભમ ગોહિલ ધવલ પુજારા અરવિંદ ગોહેલ, વિશાલ ચૌહાણ, સુનિલ સોલંકી, જીતીયો બાડો, લાલો ટકો, મનીષા ઉર્ફે મુન્ની, નિલેશ ઉર્ફે ડોઢીયો અને રવિ કાઠી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા 10થી વધુ વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ અટકાયત કરેલા વ્યક્તિઓ પૈકી મોટાભાગના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

Related Articles

Back to top button