વલસાડ જિલ્લાના તમામ ગેમઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બબલ બી નામના ગેમઝોન સામે FIR કરવાના આદેશ અપાયા છે.
બબલ બી ગેમઝોનમાં એન્ટ્રી-એકઝિટનો દરવાજો પણ એક હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલો, ભીડ-ભાડવાળી જગ્યાએ પણ ચેકિંગ શરૂ કરાયું છે. ફાયર સેફ્ટીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શનિવારે TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગને પગલે ગુજરાત સરકારે આઠ મોટા શહેરોમાં નોંધાયેલા તમામ 101 ગેમિંગ ઝોનને તપાસ અને જરૂર પડે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આગમાં 28 લોકોના મોત થયા હતા. આ કાર્યવાહી નિરીક્ષણ બાદ કરવામાં આવી છે જેમાં અનેક સુરક્ષા ઉલ્લંઘન જોવા મળ્યા હતા.




