વિચારમંથનઃ દરિયા કિનારે વડાપ્રધાન મોદીજીએ માણી હળવાશની પળો….
વિચારમંથનઃ દરિયા કિનારે વડાપ્રધાન મોદીજીએ માણી હળવાશની પળો....
PM નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસ દરમ્યાન પ્રથમ લક્ષદ્વીપ ત્યાર બાદ તમિલનાડુ, કેરળનો પણ પ્રવાસ કરશે. પ્રવાસ દરમ્યાન pm મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબજ સુંદર તેમજ મનમોહક છે. પ્રધાનમંત્રી ત્યાંની પ્રાકૃતિક સુંદરતા માણી રહ્યા છે,અને તેમણે એ સ્થળની પ્રશંસા પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમ્યાન સ્નોર્કલિંગ કરી જળચર સૃષ્ટિને નિહાળીને સોશિયલ મીડિયા પર પણ તેમણે આ તસવીરો શેર કરી છે. જેમાં ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહાળતા જોવા મળી રહ્યા છે.ઉપરાંત તેમણે લક્ષદ્વીપની સામાન્ય જનતા સાથે વાતચીત પણ કરી તેમની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપમાં દરિયા કિનારે વોક કર્યું હતું, પછી તેઓ બીચ પર ખુરશી પર બેઠા અને તે દરમિયાન તેમણે લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા અને ત્યાંના એકાંતની પ્રશંસા કરી હતી. વહેલી સવારે બીચ પર ચાલીને તેમણે આનંદની ક્ષણો પણ માણી હતી.
તેમણે પોતાની પોસ્ટ માં લક્ષદ્વીપના લોકોના તેમના આતિથ્ય માટે આભાર માન્યા ,અને આનંદ વ્યક્ત કર્યો કે તેમને અગત્તિ, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી.
અમારી સરકારનું લક્ષ્ય વિકાસના માધ્યમથી લોકોનું જીવન શ્રેષ્ઠ બનાવવાનું છે. શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ, ઝડપી ઈન્ટરનેટ અને પીવાના પાણીની સુવિધા ઊભી કરવાની સાથે-સાથે જીવંત સ્થાનિક સંસ્કૃતિનો ઉત્સવ મનાવવા વિશે પણ છે. તેઓ આ જ ભાવનાને દર્શાવે છે.પીએમ મોદીએ કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓથી લાભાન્વિત લોકો સામેલ હતા.
પ્રધાનમંત્રી તેમના સંદેશામાં લખ્યું કે ત્યાંની મનોહર સુંદરતા ઉપરાંત, લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. તેણે મને 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ સખત મહેનત કેવી રીતે કરવી તે વિશે વિચારવાની તક આપી. જે લોકો સાહસિકવૃત્તિના છે. તેમણે એકવાર તો લક્ષદ્વીપ ની મુલાકાત લેવી જ રહી..




