बॉलीवुडराष्ट्रीय

બોલીવુડઃ બે સ્ટારકિડ ફિલ્મ ‘ઇક્કિસ’ થી બૉલીવુડમાં કરશે ડેબ્યુ…..

બોલીવુડઃ બે સ્ટારકિડ ફિલ્મ ‘ઇક્કિસ’ થી બૉલીવુડમાં કરશે ડેબ્યુ.....

દેશભરમાંથી રોજ નવા નવા ચહેરા પોતાનું નસીબ બૉલીવુડમાં અજમાવવા માટે મુંબઈ આવતા હોય છે. તેમાંથી સ્ટારકિડ પણ બાકાત નથી , એવામાં રુપેરી પડદે વધુ એક સ્ટાર કિડની એન્ટ્રી થઈ રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અક્ષય કુમારની ભાણેજ સિમર ‘ઇક્કિસ’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તેનો હિરો અગત્સ્ય નંદા હશે તેવા સમાચાર સામે આવ્યાં છે. મહત્વનું છે કે, આ ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા અરુણ ક્ષેત્રપાલની જિંદગી પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, સિમર બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની બહેન અલકાની દીકરી છે. તે હમણા સુધી લાઈમલાઈટથી દૂર રહી હતી. જ્યારે અગસ્ત્ય નંદા બૉલીવુડ ના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના દોહિત્ર છે. શાહરુખની દીકરી સુહાના કે રવિના ટંડનની દીકરી રાશા ફિલ્મોમાં આવ્યાં પહેલાં જ સોશિયલ મીડિયા થકી છવાઈ ગયાં છે.આ ફિલ્મમાં અગત્સ્યની પસંદગી બહુ લાંબા સમય પહેલાં જ થઈ ચૂકી હતી. તેણે પોતાના કેટલાક ભાગનું શૂટિંગ પણ પૂર્ણ કરી દીધું છે. ફિલ્મ આવતાં વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.

Related Articles

Back to top button