गुजरातराष्ट्रीय

બોર્ડ પરીક્ષાઃ નિબંધના વિષયો હતા- દીકરી ઘરની દીવડી અને વિમેન્સ સ્ટેટસ ઓફ ઇન્ડિયા….

બોર્ડ પરીક્ષાઃ નિબંધના વિષયો હતા- દીકરી ઘરની દીવડી અને વિમેન્સ સ્ટેટસ ઓફ ઇન્ડિયા....

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ધોરણ 10નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે 10થી 1.15 સુધી ચાલશે. આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ પેપર પૂર્ણ કરીને પરીક્ષા કેન્દ્રોની બહાર નિકળી રહ્યા છે.વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પહેલું પેપર મસ્ત રહ્યું, લખવાની બહુ જ મજા આવી, એકદમ સરળ હતું. ધો. 10નું પેપર પૂર્ણ થયા બાદ આન્સર કી પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝોનમાં મોકલાઈ છે. આજે ધો.10નું પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ વિષયનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂરૂ થયું છે.

પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. અંગ્રેજી માધ્યમના પેપરમાં વિમેન્સ સ્ટેટસ ઓફ ઇન્ડિયા અને એર પોલ્યુશન પર નિબંધો પૂછાયા હતા.અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પર તમારા તારણો પર લેટર સ્ટોરી પૂછાઇ હતી. ગુજરાતી માધ્યમમાં દીકરી ઘરની દીવડી, મારો યાદગાર પ્રવાસ અને આપણા ઘડવૈયા બાંધવ આપણે પર નિબંધ પૂછાયો હતો.

ગુજરાતી વિષયના પેપરમાં વૃક્ષારોપણ પર અહેવાલ પૂછાયો હતો. પરીક્ષા પદ્ધતિ બદલાઈ હોવાથી વિદ્યાર્થીઓને પેપર વધુ સરળ લાગ્યું હતું.

Related Articles

Back to top button