राष्ट्रीयઅરવલ્લી

આશિર્વાદઃ પશ્ચિમ કચ્છ મેઘવંશી સમાજ ગુજરાત ફાળા તરફથી સાતમા સમૂહ લગ્નનું આયોજન…..

આશિર્વાદઃ પશ્ચિમ કચ્છ મેઘવંશી સમાજ ગુજરાત ફાળા તરફથી સાતમા સમૂહ લગ્નનું આયોજન.....

આજના સમયમાં વધતી જતી મોંઘવારીને કારણે લગ્ન જેવા પ્રસંગો મોંઘા થઇ રહ્યાં છે. તેવા સમયે સમૂહ લગ્નનો એક નવતર અભિગમ વિવિધ સમાજમાં જોવા મળી રહ્યો છે. પૈસાદાર ગણાતા સમાજમાં અને કોમોમાં પણ સમૂહ લગ્નો યોજાઇ રહ્યાં છે ત્યારે મેઘવંશી સમાજે પણ સમૂહ લગ્નનું આયોજન કરીને એક નવો સકારાત્મક દાખલો પૂરો પાડ્યો છે.

વિગતે જોઇએ તો, પશ્ચિમ કચ્છ મેઘવંશી સમાજ ગુજરાત ફાળા તરફથી સાતમા સમૂહ લગ્ન નિમિત્તે ગણેશ નગર નખત્રણાના મહંત ભરતભાઈ દવેનું શાલ અને દક્ષિણાથી સન્માન કરવામાં આવ્યું  હતું.

આ પ્રસંગે રામજીભાઈ લોન્ચા રામાપીર કંપા અને રમણભાઈ સોલંકી સાથે રહ્યાં હતા. સમિતિ અને સમાજનો ખુબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો છે.

Related Articles

Back to top button