sabarkathaराष्ट्रीय

લોકસભા માટે ભાજપે સ્થાનિક આગેવાનેનો સેન્સ લીધો- શું લાગે છે…કોને ટિકિટ આપવી જોઇએ…?

લોકસભા માટે ભાજપે સ્થાનિક આગેવાનેનો સેન્સ લીધો- શું લાગે છે...કોને ટિકિટ આપવી જોઇએ...?

લોકસભાની આગામી ચૂંટણીઓ કાંઇ દૂર નથી. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટમી પંચ તારીખો જાહેર કરે તે પહેલા ભાજપે ઉમેદવારો પસંદ કરવાની તૈયારીઓ આરંભી છે.  જેમાં સાબરકાંઠામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ભાજપના કાર્યકરો-આગેવાનો, સંભવિત ઉમેદવારો વગેરે,. હાજર રહ્યાં હતા અને બેઠક માટે કોને ટિકિટ આપવી જોઇએ તેની સેન્સ એટલે કે મત લેવાયો હતો.

પાર્ટી દ્વારા સેન્સ લેવા જેમને મોકલવામાં આવ્યાં તેમાં પંકજભાઈ મહેતા,મંત્રી ભાનુબેન બાબરીયા અને વજુભાઇ ડોડીયાનો સમાવેશ થાય છે. બેઠકમાં બંને જિલ્લાના ભાજપ પ્રમુખ સેન્સ પ્રક્રિયમાં હાજર રહ્યાં હતા.  સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો કાર્યકરો સેન્સ આપવા પહોંચ્યા હતા અને પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

Related Articles

Back to top button