गुजरातराष्ट्रीय

ભાજપના ધારાસભ્યને અકસ્માત નડ્યો…કારનો કચ્ચરઘાણ નિકળ્યો..

ભાજપના ધારાસભ્યને અકસ્માત નડ્યો...કારનો કચ્ચરઘાણ નિકળ્યો..

લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ધારાસભ્યની ખાનગી કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો.મળતી માહિતી મુજબ કાનપરા ગામના પાટિયા પાસે ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયા ખાનગી કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન મૃત ભેંસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, મોટી જાનહાનિ ટળી હતી. પરંતું અકસ્માતમાં કારને મોટાપાયે નુકશાન થયું હોવાની માહિતી મળી છે.

ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડીયા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કારમાં જઇ રહ્યા હતા ત્યારે લીંબડી પાસે ભેંસ સાથે કાર અથડાઇ હતી. જેમાં ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને ઇજાઓ પહોંચી હતી.

Related Articles

Back to top button