गुजरातराष्ट्रीय

બીજેપીનો ધારાસભ્ય ટી. રાજા વિવાદી નૂપુર શર્માના રસ્તે ચાલ્યો અને પાર્ટીમાંથી સસ્પેન્ડ..!

બીજેપીનો ધારાસભ્ય ટી. રાજા વિવાદી નૂપુર શર્માના રસ્તે ચાલ્યો અને પાર્ટીમાંથી સસ્પેન્ડ..!

ગોશામહાલના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહને મંગળવારે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સિંહની ટિપ્પણીને લઈને મંગળવારે વહેલી સવારે શહેરમાં ભારે વિરોધને પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપના ધારાસભ્યએ સોમવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની ટીકા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તે કથિત રીતે એક ખાસ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ફારૂકીએ તાજેતરમાં હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું.

જેપી નેતાની ધરપકડની માંગ સાથે સમુદાયના કેટલાક સભ્યોએ સોમવારે રાત્રે હૈદરાબાદના કેટલાક ભાગોમાં પ્રદર્શન કર્યું હતુ. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના ઘણા ધારાસભ્યો અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં પ્રદર્શન કર્યું અને રાજા સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસે જણાવ્યું કે સિંહ વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દબીરપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જી કોટેશ્વર રાવે કહ્યું કે તેમને સિંહ વિરુદ્ધ ફરિયાદ મળી છે, જેમાં આરોપ છે કે બીજેપી ધારાસભ્યએ ચોક્કસ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.

Related Articles

Back to top button