ભાજપ-કોંગ્રેસ સાવધાન…ચુનાવ કા બિગુલ બજ ગયા…થઇ જાવ તૈયાર…કુદી પડો મેદાન-એ-જંગમાં…
ભાજપ-કોંગ્રેસ સાવધાન...ચુનાવ કા બિગુલ બજ ગયા...થઇ જાવ તૈયાર...કુદી પડો મેદાન-એ-જંગમાં...
ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે યોજાશે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 23 નવેમ્બરે મતદાન થશે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થશે. તમામ રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે.
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો….
-રાજસ્થાનમાં 23 નવેમ્બર
-છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બર
-મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બર
-તેલંગાણામાં 30મી નવેમ્બર
– 7 નવેમ્બરે મિઝોરમમાં
અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામા આવશે.




