દહેગામ તાલુકાના મેશ્વા નદી ઉપર 22 કરોડ અને 50 લાખના ખર્ચે ધારાસભ્યે ચાર ગામો માં મેશ્વા નદીમાં ચેકડેમ મંજૂર કરતા આ વિસ્તારના રહીશોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા, વડોદ ,વાસણા સોગઠી, અને અમરાભાઇના મુવાડાના ગામ ખાતે પસાર થતી મેશ્વા નદીમાં ચેકડેમ બનાવવા સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આ વિસ્તારના ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હતી તેથી પ્રજાના પ્રશ્નોને વાચા આપીને ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ચાર જેટલા ગામો પાસે આવેલી મેશ્વા નદીમાં ચેક ડેમ મંજૂર કરતા આ વિસ્તારના ગ્રામજનોના રહીશોને માગણીઓ સંતોષાતા ધારાસભ્ય નો કામગીરીને બિરદાવીને ખૂબ ખૂબ અભિનંદન આપતા નજરે પડ્યા હતા
આ ચેકડેમથી કજોદરા વિસ્તારના 20 થી 25 જેટલા ગામોને લાભ મળશે તેમજ અમરાભાઇના મુવાડા વિસ્તારના ગ્રામજનોને તેમજ વડોદના આજુબાજુના ગ્રામજનોને તથા વાસણા સોગઠીના 10 થી 15 જેટલા ગામોને લાભ મળશે અને ચેકડેમને લીધે ભેજનું પ્રમાણ વધશે અને જમીનના પાણીના સ્તર ઉંચાવવાથી ખેડૂતો માટે ભારે લાભદાયક પુરવાર થશે.
તેથી તાલુકાના કડજોદરા ગામે પાંચ કરોડના ખર્ચે વડોદમાં છ કરોડને 25 લાખના ખર્ચે વાસણા સોગઠી ગામે છ કરોડ અને 15 લાખના ખર્ચે અને અમણાભાઇને મુવાડા 6 કરોડ અને 90 લાખના ખર્ચે ચેક ડેમ મંજૂર કરવામાં આવ્યા છે અને કુલ 22 કરોડ અને 50 લાખ ચેક ડેમ મંજૂર કરતા આ વિસ્તારના સરપંચોને ગ્રામજનોએ ધારાસભ્યની કામગીરીને બિરદાવીને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.




