BIG NEWS: અબજોપતિ ઉદ્યોગપતિ સામાન્ય માર્ગ અકસ્માતમાં ખતમ થઇ ગયા…
BIG NEWS: અબજોપતિ ઉદ્યોગપતિ સામાન્ય માર્ગ અકસ્માતમાં ખતમ થઇ ગયા...
મુંબઈઃ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયર મિસ્ત્રીનું નિધન થયું છે. આ અંગે પાલઘર જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ એક્સિડેન્ટ પછી સાયરસ મિસ્ત્રીનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું.
પ્રાપ્ત થતા અહેવાલ મુજબ આજે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ સાયરસ મિસ્ત્રી કાર દ્વારા અમદાવાદથી મુંબઈ તરફ આવી રહ્યા હતા. આ સમયે આ દુર્ઘટના ઘટી હતી. તેઓ પોતાની મર્સિડિઝ ગાડીમાં પ્રવાસ કરી રહ્યા હતા. ડિવાડરમાં કાર અથડાયા બાદ આ અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે. નેશનલ હાઈવે પર પાલઘર નજીક સૂર્યા નદી પર આ અકસ્માત થયો હતો. આ અકસ્માત સમયે તેમના ડ્રાઈવર સહિત કારમાં ત્રણ વ્યક્તિ હતા. જે પૈકી ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે સાયરસ મિસ્ત્રી 2012થી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા હતા. તેઓ ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા અને તેમને 2016માં તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેઓ રતન ટાટાએ નિવૃત્તિ લીધા બાદ ચેરમેન બન્યા હતા.




