મોટા સમાચારઃ અડવાણી-મુરલી મનોહર એમ બન્ને મહાનુભાવો 22મીએ હાજર રહેશે….
મોટા સમાચારઃ અડવાણી-મુરલી મનોહર એમ બન્ને મહાનુભાવો 22મીએ હાજર રહેશે....
VHP એ ડીસેમ્બરમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ આપ્યું હતું. જો કે, તે સમયે મંદિર ટ્રસ્ટે કહ્યું હતું કે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આ કાર્યક્રમમાં હાજરી આપવાની શક્યતા નથી.
વિશ્વ હિન્દુ પરિષદના એક નેતાએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે. ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. 96 વર્ષના લાલકૃષ્ણ અડવાણીએ તેમજ 90 વર્ષ પુરા કરનાર મુરલી મનોહર જોશીએ આમાં નોંધપાત્ર યોગદાન આપી ને રામ જન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે 19 ડિસેમ્બરે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હોવા છત્તા તબિયત નાદુરસ્ત હોવાના કારણે આ કાર્યક્રમમાં હાજરી આપવાની શક્યતા ન હતી.
પરંતુ ત્યારબાદ અડવાણી અને જોશીએ કહ્યું છે કે તેઓ આ સમારોહમાં હાજરી આપવા માટે પુરા પ્રયાસ કરશે જો કે, તે સમયે મંદિર ટ્રસ્ટે કહ્યું હતું કે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની અયોધ્યામાં હાજરી વિશે બોલતા, VHP આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીને તમામ જરૂરી વ્યવસ્થા અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅને અન્ય નેતાઓની હાજરીમાં 22 જાન્યુઆરીએ મર્યાદિત આમંત્રિતો સાથે કરવામાં આવશે. આ સમારોહ માટે દેશભરમાંથી હજારો સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રિતોમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરનારા મજૂરોના પરિવારનો પણ સમાવેશ થાય છે. 16 જાન્યુઆરીથી શરૂ થનારી સાત દિવસીય ઉજવણી માટે અયોધ્યામાં મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. 15 જાન્યુઆરી સુધીમાં અભિષેક સમારોહની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે.




